🔥 TRENDING बड़ी खबर: सरदारशहर के कल्याणपुरा में म... બનાસકાંઠા માં જુગલસીંગ ચીકલીગર ગેંગ સા... JNU Students Continue Protests, Demand... BJP Leader Files Complaint Against Con... 26 Women Honored at Bihar Regiment's A... 30,000 Devotees Attend Sharad Purnima...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરમાં BJPની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા: નેતાઓ અને જનતા વચ્ચે ભિન્ન દૃષ્ટિકોણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 25 Oct 2026, 08:17 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

BJP દ્વારા સુરત મહાનગરમાં યોજાયેલી 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને પ્રદેશ BJP પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા, પરંતુ સામાન્ય લોકોમાં કાર્યક્રમના હેતુ વિશે અજાણતા જોવા મળ્યા.

સુરત મહાનગરમાં ભાજપ દ્વારા શહેરના અડાજણ વિસ્તારમાં 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન હેઠળ ભવ્ય પદયાત્રા યોજવામાં આવી હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષના કથિત દેશવિરોધી એજન્ડા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પરંતુ, આ રાજકીય આયોજન વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે, રેલીમાં આવેલા સામાન્ય લોકોને પદયાત્રાના વાસ્તવિક હેતુની કોઈ જાણ જ નહોતી. નેતાઓ જ્યારે માઇક પરથી લોકશાહી અને અરાજકતા સામે લડવાની વાતો કરતા હતા, ત્યારે જમીન પર ઊભેલી જનતા અલગ જ આશા અને મજબૂરી સાથે હાજર રહી હોવાનું સામે આવ્યું હતું.
📲Get App