🔥 TRENDING लोणावळ्यात भीषण अपघात! कारच्या धडकेत २... Chhattisgarh Board 10th, 12th Exam Dat... NIA Charges Six in Punjab Rail Line Bl... ਲੋਕਾਂ ਦੀ ਸਿਹਤ ਨਾਲ ਖਿਲਵਾੜ! ਸਬਜ਼ੀਆਂ ਦੀ ਚ... Raja Warring Warns Congress Will Cut M... Juwai Teer First and Second Round Numb...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં માટીના ગરબાને પક્ષીઓના માળામાં રૂપાંતરિત કરવાનું અભિયાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 02:02 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ દ્વારા માતાજીના ગરબાને પક્ષીઓ માટે આશ્રયસ્થાન તરીકે પુનઃઉપયોગ કરવામાં આવે છે. હિંમતનગરના મહેતાપુરાના પ્રજાપતિભાઈએ આ અભિયાનમાં જોડાઈને ગરબા અર્પણ કર્યા છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરના મહેતાપુરાથી ઋષિવન સુધી પર્યાવરણપ્રેમ અને પક્ષીપ્રેમની અનોખી ભેટ આપવામાં આવી છે.ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતા આ અભિયાનમાં માતાજીની આરાધના અને ગરબા બાદ બિનઉપયોગી બની જતા માટીના ગરબાને પક્ષીઓના માળામાં રૂપાંતરિત કરવામાં આવે છે.આ ઉપરાંત વાંસની નકામી ડાળીઓ અને ટુકડાઓનો પણ ઉપયોગ કરીને પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તૈયાર કરવામાં આવે છે.જીતુભાઈના આ સેવાકાર્યના વીડિયો જોઈને હિંમતનગરના મહેતાપુરામાં રહેતા પ્રજાપતિભાઈ અને તેમના મિત્રોને આ અનોખા અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા મળી છે..

આ પ્રેરણાથી પ્રજાપતિભાઈ અને તેમના મિત્રોએ ખાસ ગાડીમાં માટીના ગરબા લઈને તિરુપતિ ઋષિવન ખાતે જીતુભાઈને અર્પણ કર્યા હતા. આ પ્રસંગ એક સારા કાર્યને આગળ વધારવાનો અને પક્ષીઓ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરવાનો સુંદર અવસર રહ્યો છે.આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય નકામી ગણાતી વસ્તુઓને જીવસૃષ્ટિના કલ્યાણ માટે ઉપયોગી બનાવવાનું છે.માટીના ગરબાને પક્ષીઓના માળામાં રૂપાંતરિત કરીને તેમને આશ્રય આપવાનો વિચાર સમાજમાં પક્ષીપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણની ભાવના મજબૂત બનાવે છે.આવા માળાઓ યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવાથી પક્ષીઓને માળો બાંધવા અને ગરમી, વરસાદ તથા શિકારી પ્રાણીઓથી રક્ષણ મેળવવામાં મદદ મળે છે.ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિનું જીવન પર્યાવરણપ્રેમ, વૃક્ષારોપણ અને જીવસૃષ્ટિની સેવા માટેની સતત પ્રતિબદ્ધતાનો સંદેશ આપે છે.પ્રજાપતિભાઈ અને તેમના મિત્રોનો આ સહયોગ અન્ય લોકોને પણ પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે માળા તૈયાર કરવા પ્રેરાડ આપશે.આ પ્રકૃતિપ્રેમનું અનોખું ઉદાહરણ સમાજમાં સામાજિક સહભાગિતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વને સમજાવે છે.
📲Get App