🔥 TRENDING తణుకులో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ... હિંમતનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 7.70... Headlines हरदा: कलेक्ट्रेट शाखाओं का औचक निरीक्ष... Sanjay Singh Blasts BJP, Congress, Shi... Punjab Govt Faces Union Threat as Staf...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સનીયાડા ગામમાં પુલનું કામ લોખંડ વિના, કોન્ટ્રાકટર લોખંડના સળિયા તેમજ સિમેન્ટ એક બીજા સ્થળે આપલે કરતો, પંચાયત પ્રમુખે તપાસ કરી

✍️ Reporter: PradipKumar Baria 🗓 22 Oct 2026, 01:56 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સનીયાડા ગામ, ઘોઘંબા તાલુકા, પુલનું કામ લોખંડ વિના ચાલી રહ્યું હતું, જિલ્લા પંચાયત પ્રમુખ તડવી મનજીભાઈએ ગામના જાગૃત લોકો સાથે રાખી સ્થળ તપાસ કરી.

સનીયાડા ગામે પુલનું કામ ચાલી રહ્યું હતું જેમાં લોખંડ વિના ચાલી રહ્યું હતું. પ્રમુખ તડવી મનજીભાઈએ તપાસ કરી તો ખબર પડી. કે લોખંડ વપરાતું નથી. અને કોન્ટ્રાકટર લોખંડ એક બીજા સ્થળે પહોંચાડતો હોય તેવું જાણવા મળ્યું છે. જેઓ પ્રમુખ તડવી મનજીભાઈને દબાણ અને પ્રેશર પણ કરતા હતા તેવું સ્પષ્ટ જાણવા મળેલ છે.

જિલ્લા પંચાયત સીમલીયા 1,2 ના પ્રમુખ તડવી મનજીભાઈએ ગામના જાગૃત લોકો સાથે મળીને સ્થળ તપાસ કરી.

કોન્ટ્રાકટર લોખંડના સળિયા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતો હતો, જે લોક સુત્રો દ્વારા જાણવા મળ્યું.

આ માહિતી સ્થાનિક સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ખરેખર આ કામની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી જાગૃત ગામલોકો ની માંગ ઉઠી રહી છે અને કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.
📲Get App