🔥 TRENDING Nikhil Kumaraswamy Promises Solutions... Tripura MLA Pinaki Das Choudhury urges... ARPS Agartala students shine at nation... Philanthropy Club inaugurates new buil... BJP MP Ramveer Singh Bhaduri apologise... Rahul Gandhi Declares MPSC Protest a S...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: ત્રણ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 03 Oct 2026, 09:50 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢ શહેર, મેંદરડા અને બાંટવા નગરપાલિકા ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્રો મંગળવાર અને શુક્રવારે કાર્યરત રહેશે.

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જૂનાગઢ શહેર, મેંદરડા અને બાંટવા નગરપાલિકા ખાતે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી તથા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ શહેરનો કાર્યક્રમ સી.એમ. પાર્ક ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું સીધું પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ કરતા શ્રેષ્ઠ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવી નિમણૂક પામેલા કર્મચારીઓને નિમણૂકપત્રોનું વિતરણ, પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રોનું ઈ-લોકાર્પણ, કૃષિ અને બાગાયત વિભાગની સહાયલક્ષી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ કૃષિ વિભાગના એન્યુઅલ એક્શન પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમના સંબોધનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીન તથા આરોગ્ય પર થતી અસરો અંગે ભાર મૂકવામાં આવ્યો હતો અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની તાતી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

જૂનાગઢ શહેર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોતીબાગ રોડ પર આવેલા સી.એમ. પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું મહેમાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ વેચાણ હાટ દર મંગળવાર અને શુક્રવારે ચાલુ રહેશે, જ્યાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ, ખેડૂતો અને નાગરિકો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App