🔥 TRENDING Residents of JETPL Society Seek Inclus... Zero FIR from Badgam Sent to Jirakpur... Government Launches Eco‑Tourism Develo... Patna University Marks 110 Years, Cele... Inspection of 700 Model Schools Comple... Jodhpur Leads Rajasthan in PM KUSUM Sc...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભુજમાં "સેવા મારું યોગદાન" અભિયાન હેઠળ સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયની મુલાકાત

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 01 Oct 2026, 12:18 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાનના ૨૫ વર્ષના શાસનકાળની ઉજવણી નિમિત્તે યોજાયેલા "સેવા સંકલ્પ અભિયાન"ના ભાગરૂપે ભુજ ખાતે સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયની મુલાકાત લેવાઈ હતી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૨૫ વર્ષના સફળ શાસનકાળની ઉજવણી નિમિત્તે "સેવા સંકલ્પ અભિયાન" ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત "સેવા મારું યોગદાન" કાર્યક્રમ હેઠળ આજે ભુજ ખાતે સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયની મુલાકાત યોજાઈ હતી.

આ મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સહયોગથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.
📲Get App