अपराध
મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકોનો રોષ: પથ્થરમારો અને તોડફોડ
કચ્છના મુન્દ્રા પોર્ટ નજીક આવેલી મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં કામ દરમિયાન શ્રમિકના ગંભીર રીતે ઘવાયા બાદ અન્ય શ્રમિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. રોષે ભરાયેલા શ્રમિકોએ કંપનીમાં પથ્થરમારો અને તોડફોડ કરી હતી.
કચ્છના મુન્દ્રા પોર્ટ પાસે આવેલી મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં કામ કરી રહેલા એક શ્રમિક અકસ્માતનો ભોગ બનતા ગંભીર રીતે ઘવાયા હતા.
આ ઘટના બાદ કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અને મદદ પૂરી પાડવામાં ન આવતા અન્ય શ્રમિકોમાં ભારે રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા શ્રમિકોએ કંપની પરિસરમાં ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. ટોળાએ પથ્થરમારો કરીને કંપનીના વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટનાની જાણ થતાંની સાથે જ મુન્દ્રા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.