🔥 TRENDING एटा में डेंगू-मलेरिया के खतरे से निपटन... Delhi Launches Plan to Deploy 1,000 Me... Man hauled to court over 'Kaun se papa... Delhi rolls out new pollution‑control... State Deploys 119 Patrol Vehicles on N... Four arrested in Gaya after harassment...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરબ સાગરમાં ₹3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 30 Sep 2026, 07:42 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં એક મોટા ઓપરેશનમાં ₹3000 કરોડથી વધુના 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા છે.

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ વિરોધી ઓપરેશન પાર પાડ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને 526 કિલો હાઈ ગ્રેડ હેરોઈન અને મેથમફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹3000 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન બોટ પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુપ્ત બાતમીના આધારે, ગુજરાત ATS અને ICG દ્વારા 'હોટ પર્સ્યુટ' ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 25 સપ્ટેમ્બરે અરબ સાગરમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે તેનો પીછો કર્યો હતો. દરિયાની વચ્ચે બોટને ઘેરી લેવામાં આવી હતી અને કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતાં કોથળાઓમાં છુપાવેલું ડ્રગ્સ મળી આવ્યું હતું. ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓ પાકિસ્તાનના પેશાવરના રહેવાસી છે.

પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થાને સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા છે. હવે ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાની નાગરિકોની કડક પૂછપરછ કરવામાં આવશે. આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને ભારતમાં કે અન્ય કોઈ દેશમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
📲Get App