🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

્કર્મ તથા પોક્સોના આરોપી શાળાના આચાર્યને પક્કડી પાડતી રપરપોલીસ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 27 Sep 2026, 02:55 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પૂર્વ કચ્છના રાપર તાલુકાના નીલપર ગામની શાળામાં સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનારા આરોપી આચાર્યને રાપર| પોલીસે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી પકડી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. ખટાણા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે દેવાતલપડ ખાતે દરોડો પાડી 27 વર્ષીય આરોપી| આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલની અટકાયત કરી છે. રાપર પોલીસ સ્ટેશનમાં| ભારતીય ન્યાય સંહિતા 2023 અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App