🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

રાજકોટથી ૪૦૦+ કિમી પગપાળા ચાલીને ૨૫મા વર્ષે અંબાજી પહોંચ્યો 'શ્રી અંબા ખોડીયાર મંદિર'નો સંઘ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 02:46 PM 👁 24
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના 'શ્રી અંબા ખોડીયાર મંદિર'નો સંઘ સતત ૨૫મા વર્ષે ૪૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપી ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી પહોંચ્યો..

રાજકોટ સ્થિત 'શ્રી અંબા ખોડીયાર મંદિર'નો સંઘ સતત ૨૫મા વર્ષે ૪૦૦ કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચ્યો છે.આ સંઘમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા..

પદયાત્રીઓએ દરરોજ નવી વેશભૂષા ધારણ કરી, ગરબા અને તલવારબાજી જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે પોતાની ભક્તિ વ્યક્ત કરી.આ રીતે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચવામાં આવ્યો હતો.પદયાત્રીઓએ ચાચર ચોકમાં પહોંચીને મા અંબાના આશીર્વાદ લીધા હતા.સંઘના કૌશિક પઢીયારે જણાવ્યું કે આ ૨૫મી વર્ષગાંઠ તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે અને તેઓ દર વર્ષે આ પરંપરા જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.
📲Get App