🔥 ट्रेंडिंग रेवाड़ी में ट्रक ने पुलिस एसयूवी को टक... आमदाबाद समाज विवाद से पुलिस शिकायतें कुंयीसीस भी कभी बहु थी 2 में विरानी पर... पुलिकट मछुआरों ने टि.एन., आंध्र प्रदेश... कंधुला दुर्गेश ने कहा, पर्यटन से रोजगा... आंध्र प्रदेश ने एआई एममैट्रिक्स पोर्टल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખુધ-ખડકા આંગણવાડી કેન્દ્ર પર "આંગણ ઉત્સવ" ની માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈના હસ્તે ઉલ્લાસભર ઉજવણી

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 26 सित. 2026, 09:30 AM 👁 146
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખુધ-ખડકા આંગણવાડી કેન્દ્ર પર "આંગણ ઉત્સવ" ની માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈના હસ્તે ઉલ્લાસભર ઉજવણી

ખુધ-ખડકા આંગણવાડી કેન્દ્ર પર "આંગણ ઉત્સવ" ની માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈના હસ્તે ઉલ્લાસભર ઉજવણી ,ગત રોજ ચીખલી ઘટક-૧ ના ખુધ-ખડકા આંગણવાડી કેન્દ્ર પર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "આંગણ ઉત્સવ" ની ભવ્ય ઉજવણી માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ, મહામંત્રી શ્રી સમીરભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી જસ્મીનભાઈ બારોટ, મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી ભગવતીબેન, ગામના સરપંચશ્રી શ્રી હર્ષદભાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ભાવનાબેન, બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) શ્રીમતી રીનાબેન, CDHO શ્રીમતી સ્વાતિબેન, FHW શ્રીમતી વર્ષાબેન તથા ગામના આગેવાનો, બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
.બાળકો દ્વારા બાળગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી
તેમજ THR/MMY વિતરણ અને
નાગલીની બિસ્કિટ અને ફળ વિતરણ
, તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ અને આંગણવાડી કાર્યકર સાથે તેડાગર અને આશા વર્કર બેનોનું સન્માન માનનીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું.

માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ભવિષ્યનો પાયો છે. સરકારના સહી પોષણ-દેશ રોશન અભિયાનને ગામે-ગામ સુધી પહોંચાડવામાં આંગણવાડી બહેનોની ભૂમિકા અમૂલ્ય છે.
📲Get App