🔥 ट्रेंडिंग लता मंगेशकर का जन्मदिन: असली नाम, पहला... नया शीर्षक ट्रैक 'एमो एमो इडी' जारी मुंबई के जलाशयों में 96.89% उपयोगी पान... महाराष्ट्र में शराब की दुकान के मालिक... महाराष्ट्र के विधायक रोहित पवार ने 3 क... अमित शाह ने यूपी अंतरराष्ट्रीय व्यापार...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાની શાળાઓમાં સ્વચ્છતા ઝુંબેશ: વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રસરાવ્યો ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો અનેરો સંદેશ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 26 सित. 2026, 09:00 AM 👁 24
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાની શાળાઓમાં સ્વચ્છતા ઝુંબેશ: વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રસરાવ્યો ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો અનેરો સંદેશ

જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના પરિસરોમાં સફાઈ પ્રવૃત્તિ યોજાઇ

અમરેલી તા. ૨૫ સપ્ટેમ્બર
સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં એક પ્રેરણાદાયી અને સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાનના ભાગરૂપે જિલ્લાની વિવિધ સરકારી તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરવાનો અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

આ સફાઈ ઝુંબેશ અંતર્ગત અમરેલી જિલ્લાની તમામ શાળાઓના પરિસર, રમતગમતના મેદાનો, વર્ગખંડો અને વહીવટી રૂમોની સફાઈ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યમાં માત્ર વહીવટી સ્ટાફ જ નહીં, પરંતુ શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ પણ સંપૂર્ણ સહયોગ સાથે જોડાયા હતા.
શાળા સ્તરે યોજાયેલી આ સફાઈ ઝુંબેશ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજમાં 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો અનેરો અને સચોટ સંદેશ પ્રસરાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પોતાના ઘર, મહોલ્લા અને જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓએ આ અભિયાનને સફળ બનાવવા બદલ તમામ શાળાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો.
📲Get App