🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ: પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની સાળાએ મિત્રો સાથે મળી છરીના ઘા ઝીંકી હત્યા કરી, પત્નીએ ન્યાયની માગ કરી

✍️ Reporter: ARVIND BAMBHANIYA 🗓 26 Sep 2026, 02:46 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના ભક્તિનગર સર્કલમાં પ્રેમલગ્ન કરનાર એક દલિત યુવાનની તેના સાળા અને તેના બે મિત્રોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો ગંભીર આરોપ પોલીસ ફરિયાદમાં મુકાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ભક્તિનગર સર્કલમાં ગુરુવારે બપોરના સમયે ૨૭ વર્ષીય દલિત યુવાન વિમલ વાણિયા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, વિમલ પર તેના સાળા કમલેશ ઉર્ફે કાનો ઘાંઘળ અને તેના બે મિત્રોએ હુમલો કર્યો હતો. છરીના ગંભીર ઘા ઝીંકવાના કારણે વિમલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ત્રણેય આરોપીઓ બે મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિમલ વાણિયા અને તેની પત્ની શીતલ વચ્ચે સાતેક વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. શીતલ અન્ય સમાજમાંથી આવતી હોવાથી તેના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. ખાસ કરીને શીતલનો ભાઈ કમલેશ આ સંબંધનો કટ્ટર વિરોધી હતો અને તેણે અગાઉ અનેક વખત વિમલને ધમકીઓ પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વિમલ દલિત સમાજમાંથી આવતો હતો અને શીતલ અન્ય સમાજમાંથી આવતી હોવાથી તેના પરિવારજનોએ આ લગ્નને સ્વીકાર્યો ન હતો.

મૃતક વિમલની પત્ની શીતલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના પતિ વાહન નોંધણીની આરસી બુક લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે સવા બે વાગ્યાની આસપાસ વિમલ ભક્તિનગર સર્કલ પાસે આવેલી એક પાનની દુકાને ઊભો હતો, ત્યારે આરોપી કાનએ પાછળથી આવી તેની ડોક પકડી લીધી હતી અને થોડે દૂર લઈ જઈ છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલા સમયે વિમલનો મિત્ર તૃશાલ અગ્રાવત પણ તેની સાથે હતો, જેણે બાદમાં વિમલના પરિવારને જાણ કરી હતી.

આ સમગ્ર ઘટના અંગે મૃતક વિમલ વાણિયાની માતા ભારતીબહેને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલા સમયે કાન અને તેનો એક સાગરિત બુલેટ પર અને બીજો એક શખ્સ અન્ય મોટરસાઇકલ પર આવ્યા હતા. માતાએ જણાવ્યું કે કાન અને સફેદ શર્ટ પહેરેલા વ્યક્તિએ વિમલ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી. પોલીસે આ ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
📲Get App