🔥 ट्रेंडिंग हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए... ईपीई पर बस का ट्रक से टकराव, ड्राइवर घ... राजस्थान में सड़क दुर्घटना में दो लोगो... महिला ने पति को 14 लाख रुपये के गहने ब... कम्प्यूटर अपराध शाखा ने नकली APK धोखाध...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જે.એમ.પટેલ દિગેન્દ્રનગર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 26 सित. 2026, 09:34 PM 👁 38
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જે.એમ.પટેલ દિગેન્દ્રનગર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નવી પેઢીની સર્જનાત્મક અભિવ્યક્તિ જોવા મળી,
.
જે.એમ.પટેલ દિગેન્દ્રનગર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, ચીખલી તાલુકા પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયત ના ચૂંટાયેલ સભ્ય અને સંકુલના શિક્ષણ પરિવાર , વિધાર્થી ઓ મોટી સંખ્યા માં હાજર રહયા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસર નિમિત્તે ‘સેવા અને સંકલ્પ અભિયાન – વિકસિત ભારત 2047’ અંતર્ગત ચીખલી તાલુકાના દિગેન્દ્રનગર ખાતે યોજાયેલી ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસને નિહાળવાનો અવસર મળ્યો. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. વિધાર્થી તરફથી તૈયાર કરેલ ચિત્રો અને વક્તવ્યો દ્વારા વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પ, રાષ્ટ્રપ્રેમ અને નવા ભારતના સ્વપ્નને સુંદર રીતે વ્યક્ત કર્યું.
📲Get App