🔥 ट्रेंडिंग આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS ने 2026 MTV VMAs में इतिहास रचा, त... वीड्या वोक्स ने चेतावनी दी: एआई मानव क... मुंबई में हल्की बारिश और गरज-गड़गड़ाहट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ પરિવાર સાથે અંબાજી મંદિરે ધજા ચડાવી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 सित. 2026, 03:40 PM 👁 38
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ પરિવાર સાથે અંબાજી મંદિરમાં સુવર્ણ શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી..

ભાદરવી પૂનમના પાવન અવસરે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ પરિવાર સાથે અંબાજી ખાતે આવેલા મા અંબાના સુવર્ણ શિખરે ધજા ચડાવી હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં તેમણે પોલીસ પરિવાર સાથે જોડાઈને ધન્યતા અનુભવી હતી..

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો સાથે સમય પસાર કર્યો હતો.ભાદરવી પૂનમનું આયોજન અને તેમાં પોલીસ પરિવારની ભાગીદારી વિશેષ મહત્વ ધરાવે છે.મા અંબાના આશીર્વાદ મેળવીને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવા પવિત્ર અવસરો પર પોલીસ પરિવાર સાથે જોડાઈને તેમને આનંદ થાય છે. તેમણે પોલીસ કર્મીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવની પણ પ્રશંસા કરી હતી.
📲Get App