🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: પ્રાંતિજના કાટવડ બ્રિજ પાસે ટ્રકમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે સમયસર કાબૂ મેળવ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 10:00 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેશનલ હાઇવે નંબર 48 પર પ્રાંતિજના કાટવડ બ્રિજ નીચે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. સમયસર ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા કાટવડ બ્રિજ નીચે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. ટ્રકના ડીઝલ ટેન્કની બાજુમાં આગ લાગતાની સાથે જ ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રકને રોડની સાઈડમાં ઊભો કરી દીધો હતો અને તાત્કાલિક પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.સમયસર ફાયર ટીમ પહોંચી જતાં આગ વધુ ફેલાય તે પહેલાં જ તેને સફળતાપૂર્વક બુઝાવી દેવામાં આવી હતી..

પ્રાથમિક અનુમાન મુજબ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.સદનસીબે આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને વાહનચાલકોમાં પણ રાહત જોવા મળી હતી.
📲Get App