Religion
ભાદરવી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિમય માહોલ..
Watch on:
▶️ YouTube
આજે ભાદરવી પૂનમનો પવિત્ર દિવસ છે, ત્યારે જગતજનની મા અંબાની ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે..
શક્તિની ભક્તિના પાવન પર્વ ભાદરવી પૂનમ નિમિત્તે આજે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને શક્તિપીઠ અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. 'બોલ માડી અંબે,જય જય અંબે'ના નાદ સાથે હજારો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.આ પવિત્ર દિવસે જગતજનની મા અંબા સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે..
ભાદરવી પૂનમનું અનેરું મહત્વ છે અને આ દિવસે અંબાજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.મંદિર પરિસર ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.આ પર્વ નિમિત્તે અનેક ભક્તો પગપાળા ચાલીને પણ અંબાજી પહોંચ્યા છે.રસ્તાઓ પર ભક્તિના ગીતો અને જયઘોષ સંભળાઈ રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.