🔥 ट्रेंडिंग पार्किंग को लेकर हुई मामूली कहासुनी, फ... Rohit-Shubman Opening Sparks Debate Ov... মহিলা উন্নয়ন এর জন্যে ধন্যবাদ যাত্রা ग्राम भगवानपुरा कि रिपोर्ट धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

હિંમતનગરમાં 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે ભક્તિભાવપૂર્વક ગણેશજીની વિદાય..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 08:10 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ સાથે ભગવાન ગણેશજીની મૂર્તિઓને વિસર્જન કર્યું.શહેરભરમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિઓને 'ગણપતિ બાપ્પા મોરિયા,અગલે બરસ તું જલદી આ'ના ગગનભેદી નારાઓ સાથે ઢોલ-નગારા અને ડી.જે.ના તાલે શોભાયાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી..

આ શોભાયાત્રાઓ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. લોકોએ ગણેશજીની મૂર્તિઓને અશ્રુભીની આંખે વિદાય આપી હતી અને આવતા વર્ષે ફરીથી પધારવા પ્રાર્થના કરી હતી. શહેરના તળાવો અને અન્ય નિર્ધારિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું.આ પ્રસંગે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ધાર્મિકતાભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.
📲Get App