🔥 TRENDING Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના ક્લાસિક મોટર્સમાં ભીષણ આગ: બે કાર બળીને ખાખ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 07:15 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના RTO નજીક ક્લાસિક મોટર્સ શોરૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની ઝપેટમાં આવતા બે કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં RTOથી મોતીપુરા બાયપાસ તરફ આવેલા ક્લાસિક મોટર્સ શોરૂમમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી.આ આગ એટલી ભીષણ હતી કે તેના કારણે શોરૂમમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આગની જ્વાળાઓની ઝપેટમાં આવતા શોરૂમમાં પાર્ક કરેલી બે કાર, જેમાં એક ઇનોવા અને એક ક્રેટાનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી..

આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હાલ બહાર આવી નથી.સ્થાનિક અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App