🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માંગરોળ પોલીસ દ્વારા રૂ. ૯૬ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 09:28 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ ડિવીઝનના શીલ અને મરીન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ગુના કામે જપ્ત કરાયેલો અંગ્રેજી દારૂનો જથ્થો નામદાર કોર્ટના હુકમ બાદ નાશ કરવામાં આવ્યો છે. આ કુલ ૩૦,૦૮૦ બોટલ દારૂની કિંમત ૯૬ લાખ રૂપિયાથી વધુ થાય છે..

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંગરોળ ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર રહેલા પ્રોહીબિશન ગુનાના કામે જપ્ત કરાયેલ અંગ્રેજી દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી અંતર્ગત માંગરોળ મરીન પોલીસ સ્ટેશન અને શીલ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી પડતર રહેલા પ્રોહીબિશન મુદ્દામાલનો નાશ કરવા માટે નામદાર માંગરોળ કોર્ટ પાસેથી નાશ અંગેનો હુકમ મેળવવામાં આવ્યો હતો.ત્યારબાદ શાપુર રોડ,ખુટીયા હાઉસ,ડમ્પિંગ યાર્ડ,માંગરોળ ખાતે આ કાર્યવાહી કરવામાં આવી..

શીલ પોલીસ સ્ટેશનના કુલ ત્રણ ગુનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૪,૧૮૬ બોટલ/બીયર જેની કિંમત રૂ. ૩૦,૫૫,૮૮૮/- તથા માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના કુલ ૧૩ ગુનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૫,૮૯૪ બોટલ જેની કિંમત રૂ.૬૫,૫૯,૦૫૦/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો. આમ, બંને પોલીસ સ્ટેશનો મળી કુલ ૩૦,૦૮૦ બોટલ તથા બીયર ટીનની કિંમત રૂ. ૯૬,૧૪,૯૩૮/- નો પ્રોહીબિશન મુદ્દામાલ નાશ કરાયો.આ પ્રોહીબિશન મુદ્દામાલના નાશની કાર્યવાહી એક કમિટી સમક્ષ કરવામાં આવી હતી, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આર.આર.ઠુંમર (કેશોદ), પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.વી.ગોહિલ (નશાબંધી અને આબકારી કચેરી, જુનાગઢ) અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.વાઘેલા (માંગરોળ મરીન પોલીસ સ્ટેશન તથા ઈ/ચા શીલ પોલીસ સ્ટેશન) ની રૂબરૂમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
📲Get App