🔥 ट्रेंडिंग ‘व्वान’ के बॉक्स‑ऑफ़ में तीसरे दिन तेज... सिधार्थ मल्होत्रा की 'व्वान' ने 11 साल... विश्व पर्यटन दिवस पर मणिपुर में पहली ब... ਅੱਜ 28 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਜ... Varun pull nadesar Varanasi यूसीएम ने 18 शहीदों के लिए लंगबन समारो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત બાઈક રેલીનું આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 सित. 2026, 11:48 AM 👁 59
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી જાગૃતિ અભિયાનના ભાગરૂપે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું..

વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફ્ટીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે એક બાઈક રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ રેલીનું માર્ગદર્શન જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા આપવામાં આવ્યું હતું..

આ બાઈક રેલી ગૌમાતા સર્કલથી શરૂ થઈને રેફરલ હોસ્પિટલ, સર્કિટ હાઉસ રોડ,દુધશીત કેન્દ્ર થઈને પરત ગૌમાતા સર્કલ સુધી યોજાઈ હતી.આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સલામત રીતે વાહન ચલાવવા અંગે જાગૃતિ લાવવાનો હતો.પોલીસ વિભાગ દ્વારા આવા કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેથી નાગરિકોમાં રોડ સેફ્ટી પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય.
📲Get App