🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં વીજળી ડુલ થતાં વેપારીઓ અને રહીશો પરેશાન, વીજતંત્ર સામે રોષ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 11:32 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાએ સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકીમાં મૂક્યા છે. વીજતંત્ર દ્વારા ફરિયાદોના યોગ્ય નિરાકરણ ન મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપ પડવાની સમસ્યા વકરી છે, જેના કારણે શહેરના રહેણાંક વિસ્તારો અને મુખ્ય બજારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વીજળી વારંવાર ગુલ થતાં સ્થાનિકોમાં વીજતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહાવીરનગર,આંબાવાડી,પોલીસ લાઈન,ડીવાયએસપી કચેરી જેવા વિસ્તારોની સાથે ગાયત્રી મંદિર રોડ,મુખ્ય બજાર, ઉમિયા મંદિર રોડ,સોહમ વિસ્તાર અને તાશિયા રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ લાંબા સમય સુધી વીજળી બંધ રહેતાં અંધારપટ છવાયો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર મંગળવારે પણ કેટલાક વિસ્તારોમાં આશરે ચાર કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજળીના આ અવિરત કાપને કારણે વેપારીઓના ધંધા-રોજગાર તેમજ રહેવાસીઓની દૈનિક કામગીરી પર ગંભીર અસર પડી રહી છે..

સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજતંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી.કેટલાક કિસ્સાઓમાં, ફરિયાદ નોંધાવવા માટે ફોન પણ બંધ કરી દેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને, અંડરગ્રાઉન્ડ વીજ લાઈન હોવા છતાં શહેરના રહેણાંક અને બજાર વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સતત વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો સામે આવી રહી છે, જેમાં ગ્રામ્ય વીજતંત્ર દ્વારા ફરિયાદોનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.વેપારીઓ અને રહેવાસીઓએ માંગ કરી છે કે વીજ પુરવઠો વારંવાર કેમ ખોરવાય છે તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.સાથે જ તેમની ફરિયાદોનો સમયસર નિકાલ થાય તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App