🔥 TRENDING Lata Mangeshkar Birth Anniversary Spar... Organiser Pays Tribute to Lata Mangesh... KPSC withdraws candidate’s application... India launches its first natural‑gas p... Tamil Nadu reverses law‑and‑order RTI... Rajya Sabha MP Kapil Sibal Calls for G...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જાફરાબાદના ભટવદર ગામે પવનચક્કીની વીજલાઈનથી વધુ એક મોરનું કરંટથી મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Sep 2026, 11:12 AM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદ તાલુકાના ભટવદર ગામની સીમમાં વિના એનર્જી કંપનીની પવનચક્કીની વીજ લાઈનમાં કરંટ લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું છે. આ ઘટનાના માત્ર ૧૩ દિવસમાં જ બીજા મોરનું મોત થતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જાફરાબાદ તાલુકાના ભટવદર ગામની સીમમાં આવેલી વિના એનર્જી કંપનીની પવનચક્કીની વીજ લાઈનમાં ફરી એકવાર રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, વીજ લાઈનમાં મોર આવી જતાં કરંટ લાગવાથી તેનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત મોરને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ અંગે સ્પષ્ટતા થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં છેલ્લા માત્ર ૧૩ દિવસમાં બીજા મોરનું મોત થતાં સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે દુઃખ સાથે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓએ પવનચક્કીની વીજ લાઈનોમાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
📲Get App