🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણેશજી વિશે

✍️ Reporter: Vijay Radiya 🗓 21 Sep 2026, 02:00 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદર ખેતલા દાદા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નું સુંદર બાળકોને વિકાસલક્ષી આયોજન

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ખેતલા દાદા યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષ થયા ગણેશ મહોત્સવ નું આયોજન કરે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ મહોત્સવ મા ચિત્ર સ્પર્ધા, માટીના રમકડા બનાવવાની સ્પર્ધા, વેશભૂષા, થાળી ડેકોરેશનની સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે.
નાના બાળકોને મ્યુઝિકલ ચેર જેવી અવનવી શેરી રમતો રમાડવામાં આવે છે. બાળકોને આ મોબાઇલના યુગમાંથી પાછો વાળી અને શેરી રમતો તરફ વાળવાના એક મહાન ઉદ્દેશ સાથે આ સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
ખેતલા દાદા યુવક મંડળના સક્રિય સભ્યો નરેન્દ્ર ભાઈ ફળદુ ચિરાગભાઈ દલસાણીયા દીપેનભાઈ દલસાણીયા શ્યામભાઈ પોપટ ,મોહિતભાઈ દલસણીયા, ધર્મેશ ધામેચા, હર્ષિલ લાઠીગરા, દેવ કતીરા તેમજ દરેક સભ્યો નો આ ક્રાયક્રમ માં સિંહ ફાળો છે અને દર વર્ષે ગણેશ ભગવાનના પંડાલમાં રૂપિયાથી સુશોભન, હિમાલય પર્વત, અન્નકૂટના દર્શન, ધુન તેમજ હવેલી સત્સંગ જેવા ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવે છે.
બાળકોને સ્પર્ધા બાદ સ્ટેશનરી ને સુંદર ભણતર ને ઉપયોગી વસ્તુ દરરોજ ભેટમાં આપવામાં આવે છે. બાળકોનો ઉત્સાહ વધારવા અને એના જીવનમાં ઉપયોગી થાય એવા સુંદર વિચારો સાથે આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભાયાવદર તેમજ આજુબાજુના દરેક જનતાઓ આ આ ગણેશ મહોત્સવ ની મહા આરતી અને આ સંસ્કૃતિ કાર્યક્રમનો દરરોજ લાભ લેવા ઉમટી પડે છે.






રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર
📲Get App