🔥 TRENDING Health Ministry advises lowest effecti... Violence erupts over sexual assault al... Minor alleges sexual abuse at Indian a... Three arrested in Mangaluru after poli... Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગામેગામ ગુંજ્યો સ્વચ્છતાનો સંકલ્પ : ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત જનભાગીદારીથી સફાઈ અભિયાન

ગામેગામ ગુંજ્યો સ્વચ્છતાનો સંકલ્પ : ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત જનભાગીદારીથી સફાઈ અભિયાન

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 18 Sep 2026, 05:34 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો વ્યાપક પ્રારંભ

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ‘સેવા મારું યોગદાન’ની ભાવના સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનનો ગામેગામ પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ ગામોમાં ગ્રામજનોની જનભાગીદારી સાથે વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાની સાથે લોકોમાં પોતાના ગામ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.

અભિયાન અંતર્ગત ગામોમાં જ્યાં નિયમિતપણે કચરો ઠાલવવામાં આવે છે તેવા સ્થળોની ઓળખ કરી, ત્યાંથી કચરો દૂર કરી સ્વચ્છતા જાળવવા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે. આવા સ્થળોને ભવિષ્યમાં રમતના મેદાન, બગીચા, જાહેર ઉપયોગના સ્થળો સહિતના સ્વચ્છ અને સુંદર સ્થળો તરીકે વિકસાવવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ, જનભાગીદારીથી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન કચરાના સ્થળોને ઉપયોગી જાહેર સ્થળોમાં પરિવર્તિત કરી ‘સ્વચ્છ ગામ–સુંદર ગામ’ના સંકલ્પને સાકાર કરશે.
📲Get App