🔥 TRENDING Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang... 10‑Day Cleanliness Drive Begins at Man...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉકા તરસાડિયા યુનિવર્સિટી ની માલિબા ફાર્મસી કોલેજના નામે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ નોંધાઈ છે.
Science

ઉકા તરસાડિયા યુનિવર્સિટી ની માલિબા ફાર્મસી કોલેજના નામે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ નોંધાઈ છે.

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:55 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોલેજના સંશોધક ડૉ. વૃષ્ટિ કંસારા અને તેમના માર્ગદર્શક ડૉ. મિતાલી એચ. પટેલને ફાર્માસ્યુટિકલ સંશોધન ક્ષેત્રે "ફાર્મઇનોવા એવોર્ડ ૨૦૨૬: બેસ્ટ પીએચ.ડી. થીસિસ (ફાર્માસ્યુટિક્સ)’ એનાયત કર

ઉકા તરસાડિયા યુનિવર્સિટી ની માલિબા ફાર્મસી કોલેજના નામે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ નોંધાઈ છે.

કોલેજના સંશોધક ડૉ. વૃષ્ટિ કંસારા અને તેમના માર્ગદર્શક ડૉ. મિતાલી એચ. પટેલને ફાર્માસ્યુટિકલ સંશોધન ક્ષેત્રે "ફાર્મઇનોવા એવોર્ડ ૨૦૨૬: બેસ્ટ પીએચ.ડી. થીસિસ (ફાર્માસ્યુટિક્સ)’ એનાયત કરાયો છે. અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બંને સંશોધકોને સન્માનિત કરાયા હતા.

ડો.વૃષ્ટીને મળ્યો પ્રતિષ્ઠિત ફાર્મઇનોવા એવોર્ડ શું છે આ ખાસ સંશોધન? ડૉ. વૃષ્ટિ કંસારાએ "સ્ટડીઝ ઓન ગ્રાફિન નેનોમટીરિયલ્સ ફોર થેરાનોસ્ટિક એપ્લિકેશન્સ" વિષય પર પીએચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ સંશોધનમાં ગ્રાફિન ક્વોન્ટમ ડોટ્સ (જીક્યુડી) આધારિત નેનોટેક્નોલોજી દ્વારા ડ્રગ ડિલિવરી અને રોગનિદાન ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે.
📲Get App