🔥 ट्रेंडिंग मुंबई‑आगरा हाईवे पर पथराव से चालक घायल... खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઈડરિયા ગઢ નજીક પર્વતીય વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, અંબાજી જતા પદયાત્રીઓને સાવચેત રહેવા ચેતવણી
स्थानीय

ઈડરિયા ગઢ નજીક પર્વતીય વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, અંબાજી જતા પદયાત્રીઓને સાવચેત રહેવા ચેતવણી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 सित. 2026, 02:20 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડરિયા ગઢ નજીક પર્વત પર દીપડો લટાર મારતો જોવા મળતા સ્થાનિકો અને મુસાફરોમાં ભયનો માહોલ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા માઇભક્તોને સાવચેત રહેવા જણાવાયું છે.

ઈડરિયા ગઢ નજીકના પર્વતીય વિસ્તારમાં દીપડો લટાર મારતો જોવા મળતા સ્થાનિકો અને મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પર્વત પર મોટા પથ્થરો વચ્ચે આરામ ફરમાવતા દીપડાને જોવા માટે નીચે મુખ્ય માર્ગ પર વાહનચાલકો અને રાહદારીઓના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા.

માર્ગ પરથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાના દ્રશ્યો કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દીપડાની આ હિલચાલને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી તરફ પગપાળા તેમજ વાહનો મારફતે મોટી સંખ્યામાં માઇભક્તો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓ અને મુસાફરોને સાવચેત રહેવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.

દીપડાની હાજરીના પગલે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ આ બાબતે સતર્ક થઈ છે અને વનકર્મીઓ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
📲Get App