🔥 ट्रेंडिंग प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... गणेश visarjan पर अपराधी की तस्वीर दिखा... विश्लेषक ने टेलर स्विफ्ट के ‘Cleveland... टेलर स्विफ्ट ने MTवी VMAs 2026 में काल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: પોશીનામાં અજાણ્યા યુવકની લાશ મળવાના કેસનો ભેદ ઉકેલાયો, લિવ-ઇન પાર્ટનર સહિત ત્રણની અટકાયત
अपराध

સાબરકાંઠા: પોશીનામાં અજાણ્યા યુવકની લાશ મળવાના કેસનો ભેદ ઉકેલાયો, લિવ-ઇન પાર્ટનર સહિત ત્રણની અટકાયત

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 17 सित. 2026, 12:38 PM 👁 129
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના પોશીના તાલુકાના છોછર ગામની સીમમાંથી મળી આવેલી અમદાવાદના ૨૮ વર્ષીય રાકેશભાઈ પરમારની લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે મૃતકની મૈત્રી કરારથી રહેતી યુવતી સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછર ગામની સીમમાંથી મળી આવેલી અજાણ્યા યુવકની લાશના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મૃતકની ઓળખ અમદાવાદના ૨૮ વર્ષીય રાકેશભાઈ કાળાભાઈ પરમાર તરીકે થઈ છે. આ ચકચારી હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત ત્રણ લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ગત ૪ સપ્ટેમ્બરના રોજ રાકેશભાઈને પાર્ટી કરવાના બહાને હિંમતનગર તરફ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની ગળું દબાવીને તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને છોછર ગામની સીમમાં રોડની બાજુમાં આવેલી એક અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક રાકેશભાઈ સાથે મૈત્રી કરારથી રહેતી ગીતાબેન ઉર્ફે મોહિનીબેનને પણ આ સમગ્ર ઘટનાની અગાઉથી જાણ હતી. તેમ છતાં તેમણે આ વાત પરિવારથી છુપાવી રાખી હતી અને આ સમગ્ર હત્યાના કાવતરામાં આરોપીઓને સાથ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.

મૃતદેહના પોસ્ટમોર્ટમ અહેવાલમાં ગળું દબાવવાના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયા બાદ પોશીના પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રવીભાનસિંગ રાજપૂત, ભાવનાબેન રાજપૂત અને ગીતાબેનની અટકાયત કરી છે અને વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
📲Get App