🔥 TRENDING "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" India Records Fewer Road Crashes but R... Opposition protests detention of CJP a... Mid-Day Affirms India Remains a Solid... Ex-Army man and wife found dead with t... India Prepares to Resume Methanol Expo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિમાલયા મોલના મેક્સસ સિનેમા સામે તંત્રની મોટી કાર્યવાહી, લાઇસન્સ મોકૂફ

હિમાલયા મોલના મેક્સસ સિનેમા સામે તંત્રની મોટી કાર્યવાહી, લાઇસન્સ મોકૂફ

✍️ Reporter: Pruthvi Gajjar 🗓 16 Sep 2026, 01:36 AM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિમાલયા મોલના મેક્સસ સિનેમા સામે નિયમોના ઉલ્લંઘન બદલ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. એક્સપાયર્ડ ફાયર સર્ટિફિકેટ, બિનઅધિકૃત બુકિંગ અને મંજૂરી વિના સંચાલન સોંપવાના મુદ્દે સિનેમાનું લાઇસન્સ તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવ્યું છે

ભાવનગરના હિમાલયા મોલ ખાતે આવેલા મેક્સસ સિનેમા સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. સિનેમામાં નિયમોના ગંભીર ઉલ્લંઘન સામે આવતા જિલ્લા મેજિસ્ટ્રેટે સિનેમાનું લાઇસન્સ અને ટિકિટ વેચાણનો હક આગળનો હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો આદેશ આપ્યો છે.

7 સપ્ટેમ્બરે સિટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. તપાસમાં સૌથી ગંભીર બાબત એ હતી કે સિનેમાનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ 19 જૂન, 2026ના રોજ જ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ તેનું રિન્યુઅલ કરવામાં આવ્યું હોવાના પુરાવા રજૂ થયા નહોતા.

આ ઉપરાંત મૂળ લાઇસન્સધારક દ્વારા પૂર્વ મંજૂરી વિના સિનેમાનું સંચાલન અન્ય એજન્સીને સોંપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ટિકિટ બુકિંગ અને GST સંબંધિત નિયમોમાં પણ અનિયમિતતા મળી હતી. તપાસ દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ટિકિટ વેચાણ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પરથી મંજૂરી વગર બુકિંગ થતું હોવાનું પણ જણાયું હતું.

સિનેમાના મેનેજરની ગેરહાજરી, જરૂરી સુરક્ષા સૂચનાઓ અને અન્ય લાઇસન્સ શરતોનું પાલન ન થવું પણ તપાસમાં નોંધાયું હતું.

જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ કડક નિર્ણય લીધો છે. હવે આગળના હુકમ સુધી મેક્સસ સિનેમા સ્ક્રીન 1થી 4નું સંચાલન અને ટિકિટ વેચાણ મોકૂફ રહેશે.

⚡ Pruthvi Gajjar | Bhavnagar
📲Get App