🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વચ્છતા

સ્વચ્છતા

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 16 Sep 2026, 01:48 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વછતા

નગરમાં સફાઈ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવાઈ
૪ કિ.મી.માંથી હવે ૧૦ કિ.મી. વિસ્તારમાં સફાઈ કામગીરી શરૂ
દેવગઢ બારિયા: નગરમાં લાંબા સમયથી સફાઈ વ્યવસ્થાને લઈને નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે હવે સફાઈ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અગાઉ નગરમાં માત્ર આશરે ૪ કિલોમીટર વિસ્તારમાં જ સફાઈની કામગીરી કરવામાં આવતી હતી.
હવે નગરમાં સફાઈનો વિસ્તાર વધારીને આશરે ૧૦ કિલોમીટર કરવામાં આવ્યો છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને એજન્સી દ્વારા સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કામગીરી શરૂ થયાને હજુ એક અઠવાડિયું જેટલો સમય થયો છે. આગામી દિવસોમાં કામગીરી વધુ વેગ પકડતા નગરમાં સફાઈને લગતી આશરે ૮૦ ટકા જેટલી ફરિયાદોનું નિરાકરણ આવે તેવી શક્યતા છે. જ્યારે બાકી રહેલી ૨૦થી ૨૫ ટકા જેટલી સમસ્યાઓને પણ તબક્કાવાર રીતે આવરી લેવામાં આવશે.
નગરના તમામ વિસ્તારોમાં નિયમિત અને સુચારુ સફાઈ વ્યવસ્થા ઊભી થાય તથા નાગરિકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નગરજનો પણ જાહેર સ્થળોએ કચરો ન નાખી સફાઈ વ્યવસ્થામાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
📲Get App