🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમી તાલુકાના બાસ્પા ખાતે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ..

સમી તાલુકાના બાસ્પા ખાતે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ..

✍️ Reporter: Atul Thakor 🗓 16 Sep 2026, 01:59 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન જ્યોતિબેન જોશીના વરદ હસ્તે ખુલ્લો મુકાયો.

ચામુંડા ટ્રેઈલર દ્વારા ભાદરવી પૂનમના મેળામાં જતા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને વિસામણની સુંદર વ્યવસ્થા

પવિત્ર અંબાજી ધામ ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઉત્તર ગુજરાતભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. દૂરદૂરથી માતાજીના દર્શને જતાં અંબાજીના પગપાળા યાત્રીઓની સેવા અર્થે સમી તાલુકાના બાસ્પા ગામે આજે ચામુંડા ટ્રેઈલર દ્વારા એક વિશાળ સેવા કેમ્પનું ભવ્ય શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન જ્યોતિબેન જોશી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શાસ્ત્રોક્ત વિધિથી રિબિન કાપીને કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં ચાલતા થાકેલા યાત્રીઓ માટે ચા-નાસ્તો, ફરાળ, ભોજન, પીવાનું શુદ્ધ પાણી તેમજ મેડિકલ ફર્સ્ટ એઈડ અને પગની માલિશ જેવી આરામદાયક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ચામુંડા ટ્રેઈલરના સહયોગથી શરૂ થયેલા આ કેમ્પનો હેતુ અંબાજી જતા પ્રત્યેક પદયાત્રીને સગવડ પૂરી પાડવાનો અને તેમની સફરને સરળ બનાવવાનો છે.
આ પ્રસંગે ચામુંડા ટ્રેઈલરના માલિક દશરથજી ઠાકોર,સમી તાલુકા વઢીયાર ઠાકોર સમાજ પ્રમુખ મફાજી ઠાકોર, કેહાજી ભલાજી, જાનુજી ગાંડાજી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહીને યાત્રીઓની સેવામાં જોડાયા હતા. જ્યોતિબેન જોશીએ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે "માનવસેવા એ જ સાચી પ્રભુસેવા છે અને અંબાજીના પદયાત્રીઓની સેવા કરવાનો અવસર મળવો એ સૌભાગ્યની વાત છે."
📲Get App