🔥 TRENDING Fire Charred Stock of 10 Textile Shops... Supreme Court Issues Notice to UP Offi... Mother Calls for Punishment in Guwahat... NYT Tech Executive Killed in Broad Day... Hisar Youth Murder: Wife Arrested Amid... BollywoodShaadis Releases Latest Updat...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ-જૂનાગઢ હાઇવે પર અકસ્માત: વીરપુરના રમેશભાઈએ કારમાં હોસ્પિટલ પહોંચાડી બચાવ્યો જીવ

✍️ Reporter: વનરાજ રૂદાત્રા 🗓 15 Sep 2026, 11:35 PM 👁 46
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટથી જૂનાગઢ પરત જતી વેળાએ ચોરડી અને ગોમટા વચ્ચે અકસ્માત સર્જાતા યુવતી બેભાન થઈ હતી. વીરપુરના રમેશભાઈ મકવાણાએ પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડી માનવતા દાખવી.

વીરપુર (ગોંડલ પંથક):
રાજકોટથી જૂનાગઢ તરફ જઈ રહેલા એક યુવક અને યુવતીને રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.
​પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટનો યુવક પોતાની જૂનાગઢની મિત્ર યુવતીને રાજકોટથી પરત જૂનાગઢ મૂકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ચોરડી અને ગોમટા ગામની વચ્ચે આવેલા પેટ્રોલ પંપ સામે અચાનક અકસ્માત સર્જાયો હતો.
​આ અકસ્માતમાં યુવકને સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માથામાં ગંભીર ઈજા થવાના કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને વીરપુરના રમેશભાઈ મકવાણા તાત્કાલિક મદદે આવ્યા હતા. તેમણે પોતાની ફોર વ્હીલર કારમાં જ ઈજાગ્રસ્તોને બેસાડીને વીરપુરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.
​હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ, બેભાન યુવતીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે બંનેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવતા મોટી હોનારત ટળી હતી, જેથી સ્થાનિક લોકોએ રમેશભાઈની આ સરાહનીય કામગીરીને બિરદાવી છે.
📲Get App