🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં આજથી પ્રારંભ થતો એ દિવસે મેળો યોજાશે

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં આજથી પ્રારંભ થતો એ દિવસે મેળો યોજાશે

✍️ Reporter: Vijay Radiya 🗓 14 Sep 2026, 11:30 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદરમાં ડાકણીયા ડુંગરમાં લોકમેળો યોજાશે







ઉપલેટા તાલુકાના ભાયાવદર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ડાકણીયા ડુંગર ઉપર બિરાજતા ખોડીયાર મંદિરની તળેટીમાં ખોડીયાર માતાજીના સાંનિધ્યમાં તા.14 થી 16 (ત્રીજ,ચોથ, પાંચમ) એમ ત્રણ દિવસ સુધી લોકમેળાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
આ મેળો ઋષિ પાંચમના મેળા તરીકે પ્રખ્યાત છે.ત્યારે તા.14 સપ્ટેમ્બર સોમવારના સવારે 8 કલાકથી 12 વાગ્યા સુધી પરંપરા મુજબ ખોડીયાર માતાજીનું પૂજન અર્ચના તેમજ યજ્ઞનારાયણ હવન આરોહણ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાશે ત્યાર બાદ બોપરનાં 4.30 કલાકે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ
પાડલીયા નાં હાથે મેળો ખુલ્લો મુકવામાં આવશે તેમજ આશીર્વાદ પ્રવચન ઈશ્વરધાર આશ્રમના સંત વિષ્ણુદાસજી બાપુ આપશે.અને તા.૧૫ ના રોજ રાત્રે મ્યુઝિકલ પાર્ટી તેમજ તા.16 ના રોજ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App