🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડમાં ચોંકાવનારો વળાંક: નકલી દારૂ પીધા બાદ મિત્રનું મોત, બે સામે ગુનો

ભાવનગર લઠ્ઠાકાંડમાં ચોંકાવનારો વળાંક: નકલી દારૂ પીધા બાદ મિત્રનું મોત, બે સામે ગુનો

✍️ रिपोर्टर: Pruthvi Gajjar 🗓 12 सित. 2026, 07:26 PM 👁 48
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં નકલી દારૂ પીધા બાદ એક વ્યક્તિનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં નકલી ‘રોયલ સ્ટેગ’ની બોટલ છુપાવી મિત્રને પીવડાવ્યાનો આક્ષેપ થયો છે. FSL રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલ મળ્યાનો અહેવાલ છે. પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાએ ફરી એકવાર ચકચાર જગાવી છે. અગાઉ નકલી દારૂના કારણે અનેક લોકોના મોતની ઘટના સામે આવ્યા બાદ હવે આ જ કથિત ઝેરી દારૂના કારણે મિત્રના મોતનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, એક રિક્ષાચાલકે નકલી ‘રોયલ સ્ટેગ’ની બોટલ છુપાવી રાખી હતી અને વિવાદ બાદ પોતાના મિત્રને તે દારૂ પીવડાવ્યો હોવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, 3 સપ્ટેમ્બરના રોજ આનંદનગર બસ સ્ટેન્ડ પાસે બંને મિત્રો વચ્ચે દારૂ પીવાની ઘટના બની હતી. બીજા દિવસે મિત્રની તબિયત અચાનક બગડતા તેને તાવ, ગભરામણ અને સતત ઉલટીઓની ફરિયાદ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા તેને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અહેવાલ મુજબ, તેને 25થી વધુ વખત ઉલટીઓ થઈ હતી અને છતાં પોલીસને જાણ ન કરવા માટે તેના પર દબાણ કરાયું હોવાનો આક્ષેપ છે.

મૃતકના બ્લડ સેમ્પલ FSL ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ તેમાં મિથાઈલ આલ્કોહોલ મળી આવતા પોલીસની તપાસે નવો વળાંક લીધો હતો. ત્યારબાદ CCTV ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ સહિતની વિગતો પણ તપાસવામાં આવી રહી છે.

આ મામલે ઘોઘારોડ પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નકલી દારૂ ક્યાંથી આવ્યો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.

⚡Pruthvi Gajjar | Bhavnagar
📲Get App