🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા કલેક્ટરે ગ્રામ સંજીવની સમિતિઓને સશક્ત બનાવવા વિશેષ બેઠક યોજી..
Local

સાબરકાંઠા કલેક્ટરે ગ્રામ સંજીવની સમિતિઓને સશક્ત બનાવવા વિશેષ બેઠક યોજી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Sep 2026, 10:05 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ગ્રામ સંજીવની સમિતિઓને સશક્ત બનાવવા માટે વિશેષ બેઠક યોજાઈ, જેમાં આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સેવાઓને વિસ્તૃત કરવાની યોજનાઓ પર ચર્ચા થઈ.

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર ક્રિષ્ના વાઘેલા દ્વારા અધ્યક્ષતામાં ગ્રામ સંજીવની સમિતિઓને વધુ સક્રિય અને સક્ષમ બનાવવા માટે વિશેષ બેઠક યોજાઈ.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ,પ્રાયોજના વહિવટદાર વિશાલ સક્સેના, હિંમતનગર પ્રાંતીય અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સંબંધિત સેવાઓને વિસ્તૃત કરવો, જનજાગૃતિ મજબૂત કરવી અને જનભાગીદારી વધારવી હતો.કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યોને જરૂરી તાલીમ અને ક્ષમતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું..

આ પહેલમાં અમદાવાદ સ્થિત સામાજિક સંસ્થા "CHETNA NGO" સાથે સહયોગ કરવામાં આવશે,જે ગ્રામ સંજીવની સમિતિઓને તાલીમબદ્ધ કરી વધુ સક્ષમ બનાવશે. તાલીમમાં આરોગ્ય યોજનાઓની જાણકારી અને સ્થાનિક આરોગ્ય સેવાઓના અમલની પદ્ધતિઓ શામેલ રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના આ સઘન પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને સ્વીકૃતિ વધશે, જે "સ્વસ્થ ગામ – સશક્ત સમાજ"ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
📲Get App