🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડામાં ગણેશ ભક્તિનો જુવાળ: પીપળી બજાર રાણાવાસ યુવક મંડળનું ચાર યુગની થીમ સાથે શ્રીજીનું ભવ્ય અને અનોખું આગમન
Religion

લુણાવાડામાં ગણેશ ભક્તિનો જુવાળ: પીપળી બજાર રાણાવાસ યુવક મંડળનું ચાર યુગની થીમ સાથે શ્રીજીનું ભવ્ય અને અનોખું આગમન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 07 Sep 2026, 11:28 PM 👁 221
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડામાં ગણેશ ભક્તિનો જુવાળ: પીપળી બજાર રાણાવાસ યુવક મંડળનું ચાર યુગની થીમ સાથે શ્રીજીનું ભવ્ય અને અનોખું આગમન

લુણાવાડાના પીપળી બજાર રાણાવાસ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ભવ્ય આગમનની ઉજવણી અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ યુવક મંડળના યુવાનોએ એકત્ર થઈ શ્રીજીના આગમનને યાદગાર બનાવ્યું હતું.

આગમન યાત્રા દરમિયાન "ગણપતિ બાપ્પા મોરયા" ના ગગનભેદી નાદ અને ડીજેના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ આગમન યાત્રાને નિહાળવા ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તેમજ બજારના મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી, યુવાનો નાચતા-ગાતા, શ્રીજીને વધાવવા ઉમટી પડ્યા હતા. આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, આયોજકો દ્વારા આરતી ઉતારી ફાયર શૉ સાથે શ્રીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ વખતના આગમનનું મુખ્ય આકર્ષણ ચાર યુગ - સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગની જીવંત થીમ રહી હતી. આ અનોખી થીમે લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જગાવ્યું હતું અને સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. આયોજનને સફળ બનાવવા રાણાવાસ યુવક મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
📲Get App