🔥 ट्रेंडिंग बोलिवुड सितारे वैश्विक फैशन कार्यक्रमो... बॉलीवुडहंगामा ने प्रकाशित की सनी लीओन... बॉलीवुड हंगामा ने कीरा अडवानी की 10 नई... माइक्रो ड्रामा ने FICCI FRAMES में चमक... फिल्म बॉडी ने 570% बीएमसी टैक्स बढ़ोतर... स्वरा भास्कर ने पद्मावत के जौहर टिप्पण...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ડીંડોલીમાં ચાલુ સિટી બસમાં બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર મારામારી, ડ્રાઈવરે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
स्थानीय

સુરતના ડીંડોલીમાં ચાલુ સિટી બસમાં બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર મારામારી, ડ્રાઈવરે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 07 सित. 2026, 01:33 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેર માર્ગ પર દોડતી સિટી બસમાં બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ ડ્રાઈવરે બસ રોકીને મામલો શાંત પાડ્યો હતો.

સુરત શહેરના ડીંડોલી સ્થિત નવાગામ વિસ્તારમાં ચાલુ સિટી બસની અંદર મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલી સિટી બસમાં અચાનક બે વ્યક્તિઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

બસની અંદર મુસાફરી કરી રહેલા અન્ય લોકોની હાજરીમાં જ બંને પક્ષો વચ્ચે મામલો બિચક્યો હતો. બંને વ્યક્તિઓ એકબીજા સાથે બાખડી પડતાં બસમાં સવાર અન્ય મુસાફરોમાં પણ થોડો સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની ગંભીરતાને જોતા સિટી બસના ડ્રાઈવરે તાત્કાલિક સમયસૂચકતા વાપરી હતી. ડ્રાઈવરે રોડની વચ્ચે જ બસ ઊભી રાખી દીધી હતી અને અંદરોઅંદર ઝઘડી રહેલા લોકોને સમજાવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
📲Get App