🔥 ट्रेंडिंग जालंधर में बरसात से ठंडक का एहसास लुधियाना‑जालंधर में बरसात के बाद ठंडक,... मुरबाडमध्ये २०० हून अधिक महिलांना 'महि... मैहर में आधी रात जंगली हाथी ने घुसा आव... उज्जैन में सड़क चौड़ीकरण विरोध में पथर... આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અલવા ગામે દીપડાનો આતંક યથાવત, રાત્રિના સમયે પાડીને ઉપાડી ગયો અને ફાડી ખાધી

અલવા ગામે દીપડાનો આતંક યથાવત, રાત્રિના સમયે પાડીને ઉપાડી ગયો અને ફાડી ખાધી

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 01 सित. 2026, 10:24 AM 👁 308
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તિલકવાડા તાલુકાના અલવા ગામે દીપડાના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા તડવી કનુભાઈ કોઈજીભાઈના ઘરે રાત્રિના સમયે દીપડો ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી પાડીને ઉપાડી ગયો હતો. બાદમાં દીપડાએ પાડીને ફાડી ખાધી હતી.
દીપડાએ પાડીને શિકાર બનાવતાં ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ અગાઉ પણ રાત્રિના સમયે ગામની એક મહિલાને દીપડાએ શિકાર બનાવ્યાની ઘટના બની હતી. આ ઉપરાંત દીપડા દ્વારા અનેક વખત બકરાંનો પણ શિકાર કરવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
દીપડાની વારંવારની અવરજવરથી ગ્રામજનોમાં ચિંતા વધી છે અને ખાસ કરીને રાત્રિના સમયે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પશુપાલકો પણ પોતાના પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
અલવા ગામમાં દીપડાની વધુ એક શિકારની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનો દ્વારા દીપડાને પકડવા અને ગામમાં તેની અવરજવર પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
📲Get App