🔥 ट्रेंडिंग આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS ने 2026 MTV VMAs में इतिहास रचा, त... वीड्या वोक्स ने चेतावनी दी: एआई मानव क... मुंबई में हल्की बारिश और गरज-गड़गड़ाहट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધારી તાલુકા આર.બી.એસ.કે. ટીમ ની પ્રશંસનીય કામગીરી -  વિનામૂલ્યે જન્મજાત કલબ ફૂટ ની સફળ સારવાર કરવામાં આવી

ધારી તાલુકા આર.બી.એસ.કે. ટીમ ની પ્રશંસનીય કામગીરી - વિનામૂલ્યે જન્મજાત કલબ ફૂટ ની સફળ સારવાર કરવામાં આવી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 27 अग. 2026, 07:30 PM 👁 62
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધારી તાલુકા આર.બી.એસ.કે. ટીમ ની પ્રશંસનીય કામગીરી - વિનામૂલ્યે જન્મજાત કલબ ફૂટ ની સફળ સારવાર કરવામાં આવી



રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીનાં તમામ બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ.જોષી, આર.સી.એચ.ઓ. ડો. અખિલેશ કુમાર સિંગ, ડો. આર.કે.જાટ સાહેબ, ડો. સિંગ સાહેબ તેમજ ધારી તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.સી.મકવાણા ના માર્ગદર્શન નીચે ધારી તાલુકા આર.બી.એસ.કે. ટીમ નાં ડો. વરૂણ દેવમુરારી, ડો.ફેની ચંદારાણા, ફાર્માસિસ્ટ અભિષેક જાની, એફ.એચ.ડબલ્યુ, અવની ટીલાવત, શાળા આરોગ્ય વિભાગ અમરેલીના એમ.કે.બગડા તેમજ બકુલભાઈ પંડયા અને અમરેલી ડી.ઇ. આઈ.સી. વિભાગ,હેલ્થ વર્કરો CHO પૃથ્વીરાજ ધાધલ, ઉષાબેન પરવડા, મેહુલ પરમાર, આશા વર્કર નિમુબેન રાઠોડ, આંગણવાડી વર્કર રેખાબેન પરમાર દ્વારા સંકલન કરી ધારીનાં ગધઇપરા ઝુંપડપટ્ટી વિસ્તાર માં નવજાત શિશુને જન્મજાત ક્લબફૂટ (બન્ને પગ નાં પંજા વળેલા) હોય તેને આર.બી.એસ.કે. ટીમ દ્વારા મુલાકાત લઈ તમામ વિગતો સમજાવી અને સંદર્ભકાર્ડ કાઢી આપી રીફર કરવામાં આવેલ હતી, જે પછી પ્રથમ તેની પ્લાસ્ટર પદ્ધતિ અને પછી સ્પેશ્યલ શૂઝ આપી વિનામૂલ્યે સફળતા પૂર્વક સારવાર કરવામાં આવેલ અને હાલ ફોલોઅપ બાદ બાળક એકદમ સ્વસ્થ જણાય છે.

આ તકે બાળકના પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા આરોગ્ય વિભાગ ની કામગીરીને બિરદાવવામાં આવેલ છે.
📲Get App