🔥 ट्रेंडिंग Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા: ઓનલાઇન ગેમ અને મોજશોખ માટે ટ્રેનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો, ૨૩ ગુનાનો ભેદ ઉકેલાયો
अपराध

મહેસાણા: ઓનલાઇન ગેમ અને મોજશોખ માટે ટ્રેનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો, ૨૩ ગુનાનો ભેદ ઉકેલાયો

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 23 अग. 2026, 12:24 PM 👁 157
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવી ચોરી કરનાર ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો જ્યારે ઊંઘતા હોય ત્યારે તેમના કિંમતી માલસામાનની ચોરી કરતા એક શાતિર તસ્કરને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી સોનાની ૩ ડાયમંડ વીંટીઓ, ૪ મોંઘા મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ ૫,૨૯,૩૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડીયાદ, પાલનપુર અને ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૨૩ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીની સૂચનાથી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે લાખવડ ગામના પાટીયા પાસેથી રાઠોડ શ્યામકુમાર ભીખુસિંહ (ઉં.વ. ૨૦, રહે. ધનપુરા, વિજાપુર) ને ઝડપી લેવામાં આવ્યો હતો. અંગઝડતી દરમિયાન તેની પાસેથી વિવો, સેમસંગ, ઓપ્પો અને વનપ્લસ કંપનીના સ્માર્ટફોન, ડાયમંડ જડિત વીંટીઓ અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ મુદ્દામાલ કબજે કરી તેની અટકાયત કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ૨૦ વર્ષીય શ્યામકુમારને ઓનલાઇન ગેમ રમવાનો અને મોજશોખ કરવાનો ભારે ચસકો હતો. આ શોખ પૂરા કરવા માટે તે રાત્રિના સમયે ટ્રેનોમાં મુસાફરી કરી સૂતેલા મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતો હતો. આરોપી અગાઉ પણ આણંદ, જામનગર, ઉજ્જૈન, ગાંધીનગર અને વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો રીઢો ગુનેગાર છે.

મહેસાણા એલસીબીએ આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી તથા જપ્ત કરાયેલ મુદ્દામાલને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે.
📲Get App