🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી-સચાણા હાઇવે પર ખાડા પૂરવાની કામગીરી શરૂ: અકસ્માતો રોકવા તંત્રનો નિર્ણય
Local

કડી-સચાણા હાઇવે પર ખાડા પૂરવાની કામગીરી શરૂ: અકસ્માતો રોકવા તંત્રનો નિર્ણય

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 20 Aug 2026, 03:56 PM 👁 184
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કડી થી સચાણા હાઇવે માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ વધતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કડી થી સચાણાને જોડતા હાઇવે માર્ગ પર લાંબા સમયથી પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. રસ્તાની ખરાબ સ્થિતિ અને બેદરકારીના કારણે અહીં અગાઉ પણ ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી હતી, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં હાઇવે પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ સમારકામ બાદ વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને રોડની ખરાબ સ્થિતિને કારણે થતા અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App