🔥 TRENDING Fire Charred Stock of 10 Textile Shops... Supreme Court Issues Notice to UP Offi... Mother Calls for Punishment in Guwahat... NYT Tech Executive Killed in Broad Day... Hisar Youth Murder: Wife Arrested Amid... BollywoodShaadis Releases Latest Updat...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વજરીયા ચેક ચેક પોસ્ટ ખાતે થી બોલેરો પીક અપ ગાડીમાં ચોર ખાનું બનાવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા*

વજરીયા ચેક ચેક પોસ્ટ ખાતે થી બોલેરો પીક અપ ગાડીમાં ચોર ખાનું બનાવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા*

✍️ Reporter: Meman Mustufa Iqbalbhai 🗓 18 Aug 2026, 07:38 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વજરીયા ચેક ચેક પોસ્ટ ખાતે થી બોલેરો પીક અપ ગાડીમાં ચોર ખાનું બનાવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા*

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વજેરીયા આઉટ પોસ્ટ ખાતે નાકા બંધી કરી વોચમાં હતા આ દરમિયાન GJ/06/AV/4608 નંબરની બોલેરો ગાડી આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઉભી રાખી તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બોડી વચ્ચે બનાવેલ ખાસ ગુપ્ત ખાના મા ઇંગ્લિશ દારૂ મળી આવ્યો તિલકવાડા પોલીસે ઇંગલિશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડી બંને આરોપીઓની યુક્તિ પ્રયુક્તિ થી પૂછતા જ કરતા ઇંગ્લિશ દારૂનો મુદ્દા માલ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના, ચીખલી ગામના નાસ્તા ફરતા આરોપી શૈલેષ દીનાભાઇ મોરી એ ભરી આપેલ હોય અને ચોટીલા રહેતા નાસ્તા ફરતા આરોપી રામાભાઈ ને આપવા માટે જતા હોવાનું જણાવેલ

તિલકવાડા પોલીસે બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 2249 કિંમત રૂપિયા 6,63,274 તથા એક બોલેરો પીકપ ગાડી 04 લાખ મળી કુલ ₹10,67,274 ના મુદ્દા માલ સાથે સદર આરોપી (1) રંગેસ સંકરિયા ડાવર તથા (2) આશિષ વિજય ભચડિયા ને ઝડપી પાડી તથા (3) શૈલેષ દીના મોરી તથા (4) રામાભાઇ નામના નાસ્તા ફરતા બન્ને આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...રિપોટર મુસ્તુફા મેમણ
📲Get App