વિરમગામ ટાઉન પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં રૂ. ૬ લાખનું સોનાનું મંગળસૂત્ર શોધી મૂળ માલિક મહિલાને પરત કર્યું
નેત્રમ પ્રોજેક્ટના CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મળી સફળતા
વિરમગામ ટાઉન પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વિરમગામ શહેરના કોઠારીબાગ સર્કલ નજીક ગુમ થયેલું આશરે ચાર તોલાનું અને અંદાજે આશરે ૬ લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢી મૂળ માલિક મહિલાને પરત સોંપવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ ૧૪ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ ઓટકી ગામનાં અલ્કાબેન ભરવાડ વિરમગામથી જોડા ગામ જવા માટે રિક્ષામાં બેસી રહ્યાં હતાં. આ દરમિયાન તેમનું આશરે ચાર તોલાનું અને રૂપીયા છ લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ક્યાંક પડી ગયું હતું.
મંગળસૂત્ર ગુમ થતાં અલ્કાબેને વિરમગામ ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.પોલીસ કર્મચારીઓ સોમાભાઈ બચુભાઈ અને જયેન્દ્રસિંહ ભુરાભાઈએ ઘટનાસ્થળની આસપાસના દુકાનદારોની પૂછપરછ કરી હતી. સાથે જ નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટના એન્જિનિયર સુનીલભાઈની મદદથી આસપાસના CCTV કેમેરાનાં ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખોવાયેલું મંગળસૂત્ર દસલાણા ગામનાં અરુણાબેનને મળ્યું હતું. પોલીસે તેમની પાસેથી મંગળસૂત્ર મેળવી જરૂરી ખરાઈ કર્યા બાદ મૂળ માલિક અલ્કાબેન ભરવાડને પરત સોંપ્યું હતું.
આમ, વિરમગામ ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગણતરીના કલાકોમાં રૂપીયા છ લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર શોધી મહિલાને પરત અપાવી સરાહનીય કામગીરી કરી છે.
પોલીસની સતર્કતા, આધુનિક ટેકનોલોજીનો સચોટ ઉપયોગ અને ટીમવર્કનું આ ઉત્તમ ઉદાહરણ છે. વિરમગામ ટાઉન પોલીસની આ કામગીરીને લોકો તરફથી બિરદાવવામાં આવી રહી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ