🔥 TRENDING Dengue Fever Evolves: New Symptoms, Pa... जैथरा में आज होगा कंस वध मेले का आयोजन Gujarat Launches Homestay Initiative i... Black-Headed Caterpillars Threaten Coc... India's High Courts Define Scope of Co... BJP leader dies from electrocution aft...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડાના વઘેલી શાળાની શિક્ષિકા રીટાબેનને જિલ્લા કક્ષાએ સન્માન
Education

તિલકવાડાના વઘેલી શાળાની શિક્ષિકા રીટાબેનને જિલ્લા કક્ષાએ સન્માન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 15 Aug 2026, 11:28 AM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની વઘેલી ગ્રુપ પ્રાથમિક શાળાની ભાષા શિક્ષક શ્રીમતી ભાદરકા રીટાબેન કાનાભાઈને જિલ્લા કક્ષાએ પસંદગી મળી છે.

આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. તિલકવાડા તાલુકાની વઘેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી ભાદરકા રીટાબેન ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે.

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ, નર્મદા જિલ્લાના માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિશાંત દવે સાહેબ (DPEO) તથા મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રીટાબેનનું સન્માન કરવામાં આવ્યું.

રીટાબેનની આ સિદ્ધિથી તિલકવાડા તાલુકાનું તેમજ વઘેલી ગ્રુપ પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વઘેલી શાળા પરિવાર તથા વઘેલી ક્લસ્ટરના તમામ શિક્ષક ભાઈ-બહેનો આ ગૌરવપૂર્ણ ક્ષણે હર્ષ અને ગૌરવની લાગણી સાથે રીટાબેનને હાર્દિક અભિનંદન પાઠવે છે.
📲Get App