🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ટુ વ્હીલર ફોર ટુ" બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમરેલી ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ટુ વ્હીલર ફોર ટુ" બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 10:26 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ટુ વ્હીલર ફોર ટુ" બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

માનવીય સંવેદના, પર્યાવરણ રક્ષણ અને સામાજિક સમરસતા વધારતી 'ટુ વ્હીલર ફોર ટુ' પહેલને આવકારતા મુખ્યમંત્રીશ્રી


અમરેલી, ૧૪ ઓગસ્ટ

અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતેથી અનુકંપા ફાઉન્ડેશનના નેતૃત્વમાં આયોજિત ભવ્ય "ટુ વ્હીલર ફોર ટુ" બાઈક રેલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકારના માર્ગ સુરક્ષા અભિયાનને વેગ આપવા અને પ્રજાજનોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે સામાજિક સંગઠન અનુકંપા ફાઉન્ડેશન દ્વારા કરાયેલા આ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યો હતો. આ પહેલથી અનેક લોકોને મદદ મળશે.

નોંધનીય છે કે, આજની ભાગદોડભરી જિંદગીમાં માનવીય સંવેદનાઓને જીવંત રાખવી અત્યંત જરૂરી છે. રસ્તે ચાલતા અજાણ્યા રાહદારીઓ, વૃદ્ધો કે નાના બાળકો સાથે જતી માતાઓને સ્વેચ્છાએ લિફ્ટ આપી મદદરૂપ થવાનું આ અભિયાન એક સરાહનીય કાર્ય છે. લિફ્ટ આપવાની કે માંગવાની પ્રક્રિયાને રસ્તો પૂછવા કે પાણી પીવડાવવા જેટલી જ સ્વાભાવિક સામાજિક ઘટના બનાવી લોકોમાંથી સંકોચ દૂર થાય તે સમયની માંગ છે. આ ઉમદા પહેલથી માત્ર લોકો વચ્ચે સામાજિક સમરસતા અને પરસ્પર સહયોગ જ નહીં વધે, પરંતુ ટ્રાફિકની સમસ્યા હળવી થશે, કિંમતી ઇંધણની બચત થશે અને પર્યાવરણીય પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો નોંધાશે.

કાર્યક્રમના પ્રારંભે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબાર દ્વારા મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. તેઓએ આ સંવેદનાસભર પહેલનો ઉદેશ વ્યક્ત કર્યો હતો.
રેલીના પ્રસ્થાન સમયે હજારો બાઇક સવારોએ શિસ્તબદ્ધ રીતે પોતપોતાના હેલ્મેટ ઊંચા કરીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. આ રેલીમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપતી "ઓપરેશન સિંદૂર" થીમ પર ખાસ શણગારેલું સ્કૂટર ઉપસ્થિત તમામ લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.


આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, અગ્રણી શ્રી નારણભાઈ કાછડીયા, પુર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ, કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી સંજય રાવત સહિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો, બાઈક સવારો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App