🔥 TRENDING Dengue Fever Evolves: New Symptoms, Pa... जैथरा में आज होगा कंस वध मेले का आयोजन Gujarat Launches Homestay Initiative i... Black-Headed Caterpillars Threaten Coc... India's High Courts Define Scope of Co... BJP leader dies from electrocution aft...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વરસડામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ : ૧૦૦ એકરમાં ૫ હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું મહાઅભિયાન

વરસડામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ : ૧૦૦ એકરમાં ૫ હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું મહાઅભિયાન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 14 Aug 2026, 10:02 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વરસડામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ : ૧૦૦ એકરમાં ૫ હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું મહાઅભિયાન


સદ્દભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ૧૦૦ એકરમાં ૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર :અમરેલીને હરિયાળું બનાવવા ડૉ.ઇન્દિરાબેન મહેતા અને શ્રી કૃષ્ણકાંત મહેતાનું રૂ.૫ કરોડનું દાન


અમરેલી તા.૧૪

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસડા મુકામે ‘ઉમરો’ વૃક્ષનું વાવેતર કરી હરિયાળા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, સંવર્ધન અને જતન કરી પ્રકૃતિ સંરક્ષણમાં જનભાગીદારી વધારવાનો સંદેશ આપ્યો હતો. આ તકે અમરેલી જિલ્લાના પ્રભારી અને કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા.

વરસડા ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના દૃઢ સંકલ્પ સાથે સદ્દભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ૧૦૦ એકર જમીનમાં ૫ હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ હરિયાળા અભિયાન માટે ડૉ. ઇન્દિરાબેન મહેતા અને શ્રી કૃષ્ણકાંત મહેતા દ્વારા સદ્દભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫ કરોડનું દાન આપવામાં આવ્યું છે. વૃક્ષારોપણની સાથે વૃક્ષોના ઉછેર અને જતન દ્વારા સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણ સાથે જનભાગીદારીથી હરિયાળી વધારવાના પ્રયાસોને વેગ આપનારી બની છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિસ્તાર વધારવાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું સદ્દભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયા તથા ટીમ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચાયત ટીમ, જિલ્લા તથા તાલુકા પંચાયત, તાલુકા સંગઠન તથા ગ્રામ અગ્રણીશ્રીઓ દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા અગ્રણી શ્રી અતુલ કાનાણી, એ.પી.એમ.સી. અમરેલીના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સરપંચ શ્રીમતી કિરણબેન વાળા, સદ્દભાવના વૃદ્ધાશ્રમના અગ્રણી શ્રી મિતલભાઈ ખેતાણી સહિતના અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, ગ્રામ-તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગ્રામ આગેવાનો, વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App