🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલીમાં આગમન

સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવના દર્શન-પૂજા કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલીમાં આગમન સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવના દર્શન-પૂજા કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 09:26 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલીમાં આગમન

સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિને પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવના દર્શન-પૂજા કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી


અમરેલી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬

દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. આ ગૌરવવંતા રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે અમરેલી પધારી, નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરી મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના તથા જળાભિષેક કર્યો હતો. તેમણે સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે શ્રી નાગનાથ મહાદેવ દેવસ્થાન સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો અર્પણ કરીને સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

દર્શન દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ પ્રત્યે આત્મીયતા દર્શાવી અત્યંત સાદગી અને સ્નેહસભર ભાવે ભાવિકો સમક્ષ શ્રદ્ધાભેર"મહાદેવ... મહાદેવ" નો નાદ કરી અભિવાદન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત પદાધિકારીશ્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App