🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાડી બરાનપુરામાં મંગળસૂત્ર અને રોકડાની ઠગાઇ કરનાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડ્યા
Crime

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાડી બરાનપુરામાં મંગળસૂત્ર અને રોકડાની ઠગાઇ કરનાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડ્યા

✍️ Reporter: Bhavik Solanki 🗓 08 Jul 2026, 12:00 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાડી બરાનપુરા વિસ્તારમાં એક મહિલાને વિશ્વાસમાં લઇ મંગળસૂત્ર અને રોકડા રૂપિયાની ઠગાઇ કરનાર બે મહિલા આરોપીઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે.

વાડી બરાનપુરા વિસ્તારમાં તાજેતરમાં એક મહિલાને ભોળવી, વાતોમાં પરોવી, તેમના ગળામાંથી મંગળસૂત્ર કઢાવી પર્સમાં મુકાવી, વિધિ કરવાના બહાને ઠગાઇ આચરનાર બે મહિલા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ મહિલાના મંગળસૂત્ર અને પર્સમાં રહેલા રોકડા રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા.

પોલીસ તપાસ દરમિયાન, પકડાયેલ મહિલા આરોપીઓની ઓળખ મીનાબેન, મહેન્દ્રભાઇ વાદીના પત્ની, અને દક્ષાબેન, દિપકભાઇ સલાટના પત્ની તરીકે થઇ છે. આ બંને મહિલાઓ દ્વારા કરવામાં આવેલી ઠગાઇની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ચકચાર મચી ગઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ બંને મહિલા આરોપીઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઠગાઇ પ્રકરણમાં વધુ તપાસ ચાલુ છે.
📲Get App