🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લખપતના નવાનગરમાં ખુલ્લા બોરવેલના ખાડા બન્યા પશુઓ માટે જીવલેણ, માલધારીઓમાં રોષ

✍️ Reporter: Khalifa Parvezhusen Latif 🗓 07 Aug 2026, 09:12 AM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લખપત તાલુકાના નવાનગર ગામમાં ખાનગી કંપનીઓની ગંભીર લાપરવાહી સામે આવી છે. કંપનીઓ દ્વારા કરવામાં આવેલા બોરવેલના ખુલ્લા ખાડાઓ મૂગા પશુઓ માટે 'મૃત્યુના કૂવા' સાબિત થઈ રહ્યા છે, જેમાં અવ

લખપતના નવાનગરમાં ખુલ્લા બોરવેલના ખાડા બન્યા પશુઓ માટે જીવલેણ, માલધારીઓમાં રોષ
​લખપત તાલુકાના નવાનગર ગામમાં ખાનગી કંપનીઓની ગંભીર લાપરવાહી સામે આવી છે. કંપનીઓ દ્વારા કરવામાં આવેલા બોરવેલના ખુલ્લા ખાડાઓ મૂગા પશુઓ માટે 'મૃત્યુના કૂવા' સાબિત થઈ રહ્યા છે, જેમાં અવારનવાર પશુઓ પડી જવાની ઘટનાઓ બનતા માલધારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.
​નવાનગર પંથકમાં વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા પ્રોજેક્ટ્સ કે સર્વેના કામો અર્થે મોટા પાયે બોરવેલ કરવામાં આવ્યા છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ અથવા ઉપયોગ વગરના આ બોરવેલના ખાડાઓને ખુલ્લા જ છોડી દેવામાં આવ્યા છે. અસાવધ અને અબોલ પશુઓ ચારણ માટે નીકળે ત્યારે આ ખુલ્લા ખાડાઓમાં ફસાઈ જાય છે અથવા પડી જાય છે, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી પશુઓના મોત પણ નીપજ્યા છે.
​માલધારી સમાજ અને સ્થાનિક અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારું પશુધન જ અમારી આજીવિકા છે. આ ખાનગી કંપનીઓની બેદરકારીના કારણે અમારે રોજ મૂગા જીવોના ભોગ આપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે."
​માલધારીઓની મુખ્ય માંગણીઓ:
​તાત્કાલિક ફેન્સિંગ: તમામ ખુલ્લા બોરવેલ અને ખાડાઓની આસપાસ ફરજિયાત લોખંડની જાળી અથવા ફેન્સિંગ (સુરક્ષા બાઉન્ડરી) લગાવવામાં આવે.
​બૂરી દેવાની કામગીરી: જે બોરવેલ બિનઉપયોગી છે, તેને તાત્કાલિક માટી કે સિમેન્ટથી વ્યવસ્થિત રીતે પૂરી દેવામાં આવે.
​તંત્ર દ્વારા કડક કાર્યવાહી: બેજવાબદાર કંપનીઓ સામે વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.
​જો વહીવટી તંત્ર અને સંબંધીત કંપનીઓ દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો માલધારીઓ દ્વારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
📲Get App