🔥 TRENDING બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी... Nara Lokesh Highlights Movement from M...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં PMAY આવાસોની ગેરરીતિ પર તંત્રે લાલ આંખ, મકાન માલિકો પર કાર્યવાહીની તૈયારી
Local

સુરતમાં PMAY આવાસોની ગેરરીતિ પર તંત્રે લાલ આંખ, મકાન માલિકો પર કાર્યવાહીની તૈયારી

✍️ Reporter: Dhaval Maheta 🗓 11 Sep 2026, 03:24 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોમાં ગેરરીતિ અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાના મામલે તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે. હવે મૂળ મકાન માલિકો પર તવાઈ બોલાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરરીતિ અને અનિયમિતતાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ આવાસો ભાડે આપી દેનારા ભાડૂતો અને મૂળ લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કર્યા બાદ હવે મૂળ મકાન માલિકો પર તવાઈ બોલાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરમાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો હજુ પણ પોતાનું ઘર મેળવવા વર્ષોથી પ્રતીક્ષા યાદી (વેટિંગ લિસ્ટ)માં છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને એકથી વધુ આવાસ મેળવી લીધા હોવાની અથવા પતિ-પત્ની બંનેના નામે આવાસો પડાવી લીધા હોવાની ગંભીર બાબતો સામે આવી રહી છે.

આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાની સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષ દિગ્વિજયસિંહ બારડે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર લેખિત પત્ર પાઠવીને સમગ્ર સુરત શહેરમાં આવા લાભાર્થીઓની ઝીણવટભરી અને ઝોનવાર ચકાસણી કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. તંત્ર દ્વારા આવાસોની ચકાસણી દરમિયાન મળી આવેલી અનિયમિતતાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App