🔥 TRENDING Manipur’s Yumnam Bhumeshwor Singh Wins... Vijayendra Kumeria Reveals He Was a Mi... Three militants detained in Manipur ov... Meghalaya take 101-run lead after bowl... Manik Sarkar condemns Tripura govt as... इंडिया न्यूजीलैंड क्रिकेट के बारे में...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં ગેરકાયદેસર પરપ્રાંતિઓની વસવાટથી સ્થાનિકોમાં ચિંતા, પોલીસની નિષ્ક્રિયતા સામે કડક માંગ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 12:28 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ૭‑૧૦ લોકોની વસવાટ,પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો કડક કાર્યવાહી માંગે છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરના હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં રામજી મંદિરની આસપાસના રહેણાંક મકાનોમાં કોઈપણ પોલીસ વેરિફિકેશન કે સરકારી મંજૂરી વગર પરપ્રાંતિઓનું ગેરકાયદેસર વસવાટ થઈ રહ્યું છે,જેમાં એક જ રૂમમાં ૭ થી ૧૦ અજાણ્યા વ્યક્તિઓ રહે છે.રાજ્ય સરકારના નિયમો અનુસાર મકાન માલિકો ભાડુઆતની સંપૂર્ણ ઓળખ અને ઓળખપત્રો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય છે,પરંતુ આ વિસ્તારમાં માલિકો આ નિયમોનું ઉલ્લંઘન કરીને લાલચમાં ભાડા આપતા જોવા મળે છે..

સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષા સંબંધિત ચિંતા વ્યક્ત કરી છે,ખાસ કરીને મહિલાઓ અને પરિવારોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે, અને કોઈ અનિચ્છનીય ઘટના થાય તો જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.પોલીસ તંત્ર દ્વારા કોઈ ચેકિંગ કે તપાસ ન કરવામાં આવતી હોવાથી સ્થાનિકો દ્વારા પોલીસની નિષ્ક્રિયતા સામે કડક રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તાત્કાલિક સઘન ચેકિંગની માંગ કરવામાં આવી છે.રહેવાસીઓની માંગ છે કે ગેરકાયદેસર રીતે ભાડા આપતા મકાન માલિકો અને શંકાસ્પદ રીતે રહેનારા પરપ્રાંતિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે,જેથી નિયમોનું પાલન થાય અને સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થાય.
📲Get App